યુદ્ધગ્રસ્ત સીરિયામાંથી 75 ભારતીયોને એરલિફ્ટ કરાયા

યુદ્ધગ્રસ્ત સીરિયામાંથી 75 ભારતીયોને એરલિફ્ટ કરાયા

યુદ્ધગ્રસ્ત સીરિયામાંથી 75 ભારતીયોને એરલિફ્ટ કરાયા

Blog Article

યુદ્ધગ્રસ્ત સીરિયામાંથી ઓછામાં ઓછા 75 ભારતીયોને સરક્ષિત એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સીરિયામાં બળવાખોરોએ બશર અલ-અસદ સરકારને ઉથલાવી દીધા પછી અરાજકા ઊભી થઈ છે ત્યારે ભારત સરકારે ભારતીયોની સુરક્ષા માટે આ પગલાં લીધા હતા. ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત લવાશે, એમ વિદેશ મંત્રાલયે મોડી રાત્રે જણાવ્યું હતું.

મંત્રાલયે કહ્યું કે સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા હતાં તેવા ભારતીયોમાં જમ્મુ અને કાશ્મીરના 44 ‘ઝૈરીન’ (તીર્થયાત્રીઓ)નો સમાવેશ થાય છે, જેઓ સૈદા ઝૈનબ ખાતે ફસાયેલા હતા.સીરિયામાં ભારતીય નાગરિકોની વિનંતીઓ અને સુરક્ષા પરિસ્થિતિના મૂલ્યાંકન પછી સરકારે આ પગલું ભર્યું હતું. દમાસ્કસ અને બેરૂતમાં ભારતીય દૂતાવાસોએ આ કામગીરીનું સંકલન કર્યું હતું.

Report this page